વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતિમાં સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત માટે બેઠક યોજાઇ હોય, જેમાં હસનપર ગ્રામ પંચાયતમાં સરપંચ સહિતના 10 સભ્યમાંથી આઠ સભ્યોએ સરપંચના શાસનમાં અવિશ્વાસ હોવાનું જણાવી દરખાસ્ત મૂકી હોય જેમાં સરપંચ તરફે માત્ર એક જ સભ્ય રહેતા હવે સરપંચ કાજલબેન અજયભાઇ પરસોંડાનું પદ જઇ શકે છે…
હસનપર ગ્રામ પંચાયતમાં સરપંચના વહીવટમાં શંકા જતાવી સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, તાલુકા પંચાયતની વારંવારની સુચના છતાં સરપંચ દ્વારા વિકાસના કામમાં ધ્યાન આપવામાં આવેલ નથી અને વિકાસના કોઇ કામ થતા નથી. જેથી ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ તમારી સામે શા માટે પગલા ન લેવા ? તે બાબતેનો ખુલાસો કરવા જિલ્લા પંચાયત કચેરી ખાતે સરપંચને બોલાવવામાં આવ્યા હતા
અને બાદમાં મંગળવારે ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેમાં સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં આઠ સભ્યોએ સમર્થન કર્યું હતું, જ્યારે માત્ર એક જ સદસ્ય સરપંચના સમર્થનમાં રહ્યા હતા. જેથી હવે આગામી ત્રણ દિવસમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg