Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની હસનપર ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ થતાં ઉપસરપંચને ચાર્જ સોંપાયો.....

    વાંકાનેરની હસનપર ગ્રામ પંચાયતના સરપંચ સસ્પેન્ડ થતાં ઉપસરપંચને ચાર્જ સોંપાયો…..

    વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ તાજેતરમાં જ અવિશ્વાસ દરખાસ્ત કરવામાં આવી હોય, જે સામાન્ય સભામાં 8 સામે 2 તરફેણથી મંજુર થતા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીએ એક્શન લઈને સરપંચને સસ્પેન્ડ કરી અને ગ્રામ પંચાયતનો ચાર્જ ઉપસરપંચને સોંપવા આદેશ કર્યો છે…

    બાબચે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ હુકમમાં જણાવ્યું છે કે, હસનપર ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હોય, જે ખાસ સભામાં પસાર થઇ જતાં ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ પ્રસ્તાવ પસાર કર્યાની તારીખથી ત્રણ દિવસની મુદત પછી સરપંચનો હોદો ધરાવતા બંધ થતા હોય, જેથી સરપંચના કારોબારી કાર્યો અને ફરજો હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ સારલાને જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહિ ત્યાં સુધી સોંપવા હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!