વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મહાનદીમાં ગઈકાલે સાંજના સમયે નહાવા માટે પડેલો એક યુવાન પાણીમાં ગરકાવ થયો હોય, જેથી બાબતે તંત્ર દ્વારા પાણીમાં યુવાનની શોધખોળ માટે મોરબી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હોય, જેમાં 20 કલાકની જહેમત બાદ આજે બપોરના સમયે યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મહાનદીમાં ગઈકાલે સાંજના સમયે નહાવા પડેલો એક યુવાન પાણીમાં ડૂબી જતા મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી જઈ પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં ભારે જહેમત બાદ આજે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જેમાં મૃતક યુવાન મોરબીના ત્રાજપર ગામે રહેતો અરવિંદ ઉર્ફે ગટુભાઈ મનસુખ વનારિયા હોવાનું સામે આવ્યું છે. જેથી હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg