હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ૨૦૨૪ સમગ્ર દેશમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાલીડા ગામના તમામ નાગરિકોએ ભાજપની સદસ્યતા નોંધણી કરાવી સમસ્ત જાલીડા ગામ ભાજપની સદસ્યતા ધરાવતું સૌપ્રથમ ગામ બન્યું છે…
સમસ્ત જાલીડા ગામ લોકોને સદસ્યતા નોંધણી કરાવવા માટે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર, જગદીશભાઈ રબારી, ભૂપતભાઈ હાડગરડા, ગોવિંદભાઈ લોહ અને વૃંદાવન યુવા ગ્રુપે ખાસ જહેમત ઉઠાવી હતી. આ તકે સમસ્ત ગામ લોકો દ્વારા શ્રીમતી જીજ્ઞાસાબેન મેરનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg