વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ સંગઠનના પાયાના પથ્થર, સંનિષ્ઠ કોંગ્રેસ કાર્યકર, પીરઝાદા પરીવારના વફાદાર, વાંકાનેર તાલુકા યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 30 વર્ષ પુરા કરી 31 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે….


વાંકાનેરના લિંબાળા ગામના વતની ખેડૂત પુત્ર આબીદ ગઢવારા પોતાના જમીન લે-વેચના તથા ખેતીના વ્યવસાય સાથે લાંબા સમયથી વાંકાનેર વિસ્તારમાં સામાજિક તથા રાજકીય ક્ષેત્રમાં સક્રિય બની ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા સામાન્ય નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો માટે લડી યોગ્ય વાચા આપી નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ હોવાના કારણે તેઓ બહોળા મિત્ર મંડળ સાથે લોકચાહના ધરાવે છે, જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે રૂબરૂ, સોશિયલ મીડિયા તેમજ મો. 97148 99357 પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી આબીદ ગઢવારાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….



