આજે મધરાતથી રાજ્યમાં નવા ભાવ અમલમાં, હવે એક કિલો ગેસના રૂ.77.76 ચૂકવવા પડશે…
ગુજરાત રાજ્યમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં આજે મધરાતથી સીએનજી ગેસના ભાવમાં ગુજરાત ગેસ દ્વારા રૂ. 1.5 નો વધારે કરાયો છે. ગુજરાત ગેસ દ્વારા ગુજરાત, પાલઘર- થાણે, રાજસ્થાન અને હરિયાણા માટે નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત માટે 77.76 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ જાહેર કરાયો છે. અત્યાર સુધી ગેસનો ભાવ રૂ.76.26 હતો. આ નવો ભાવ આજે મધરાતથી અમલમાં આવશે. એટલે હવેથી ગ્રાહકોએ સીએનજી ગેસ માટે કિલોએ દોઢ રૂપિયો વધારે ચૂકવવો પડશે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47