વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ભલગામ નજીક આવેલ હોટલ પાસેથી દેશી દારૂ ભરેલ એક ઇકો કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે દારૂ તથા ઇકો સહિત કુલ રૂ. 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ભલગામ નજીક તુલસી હોટલ પાછળ વોચ ગોઠવી હોય દરમ્યાન અહીંથી દેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગર દ્વારા પોલીસની હાજરી ભાળી જતાં દેશી દારૂ ભરેલ ઇકો કાર નં. GJ. 36 AF 3451 ને ચાલક રેઢી મૂકી નાસી ગયો હતો, જેથી પોલીસે આ બનાવમાં કારમાંથી 400 લીટર દેશી તેમજ 3 લાખની ઇકો સહિત કુલ રૂ. 3.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નાસી ગયેલ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47