વાંકાનેર શહેર ખાતે ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ તથા ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે ગેલેક્સી એવોર્ડ ફંક્શન યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે 19 માં સન્માન કાર્યક્રમમાં વાંકાનેર વિસ્તારમાં વસતા મુસ્લિમ સમાજ તેમજ ગેલેક્સી સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ સન્માન સમારોહમાં વાંકાનેર તાલુકાના મોમીન સમાજ તેમજ ગેલેક્સી પરિવારના પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તથા ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નઇમ મીર્ઝા, ઇરફાન પીરઝાદા, ગેલેક્સી ગ્રુપના એમ.ડી. અબ્દુલભાઈ બાદી, યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા, ફૈઝ ગ્રુપના ઇસ્માઇલભાઈ બાદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L