વાંકાનેરના વતની બરખાબેન સાહિલભાઈ હેરંજાએ ગત તા. ૨૩ ના રોજ રાજકોટની ફ્લોરેન્સ હોસ્પિટલ ખાતે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હોય, જેમણે હોસ્પિટલ વિશે પોતનો રિવ્યૂ આપતા જણાવ્યું હતું કે, મારે ડિલિવરી સમયે મલ્ટીપ્લે ફાઇબ્રોઇડ અને હાઇરીસ્ક પ્રેગ્નન્સીના કારણે અન્ય હોસ્પિટલો દ્વારા સિઝેરીયન કરવાની સલાહ આપવામાં આવી હોય, ત્યારે ફ્લોરેન્સ હોસ્પિટલ દ્વારા ડોક્ટરોની કુશળતાથી મારી નોર્મલ ડિલિવરી કરાવવામાં સફળ થતાં મને તંદુરસ્ત ચાર કિલના બાળકનો જન્મ થયો છે…
ફ્લોરેન્સ હોસ્પિટલ રાજકોટના ડો. શૈવલ ભટ્ટ, ડો. અમીતા ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા મને ગંભીર પરિસ્થિતિમાં પણ નોર્મલ ડિલિવરી કરાવવા પ્રોત્સાહન પુરૂં પાડી મને હિમ્મત આપી હતી, જે બદલ હું તથા મારો પરિવાર ફ્લોરેન્સ હોસ્પિટલ ટીમનો આભાર વ્યક્ત કરી તેમની સેવાને બિરદાવીએ છીએ….