વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઢુવા ગામની સીમમાં આવેલ બંધ રેઈન્બો સિરામિક કારખાનાની ઓફિસમાં જુગારનો દરોડો પાડી છ ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલ રેઈન્બો સીરામીક કારખાનાની ઓફીસમાં જુગારનો દરોડો પાડી જુગાર રમતા ૧). મોહનભાઇ લખમણભાઈ ભલસોડ (ઉ.વ. ૭૨ રહે. મોરબી), ૨). હર્ષદભાઈ ઓઘળભાઇ ડાભી (ઉ.વ. ૪૦ રહે. નવા ઢુવા), ૩). રાજુભાઇ વીરમભાઇ અણીયારીયા (ઉ.વ. ૪૦ રહે. નવા ઢુવા),
૪). પ્રતાપભાઇ ગગજીભાઇ રાઠોડ (ઉ.વ. ૪૭ રહે. જુના ઢુવા), ૫). રાજેશભાઇ માવજીભાઇ ચનીયારા (ઉ.વ. ૪૯ રહે. મોરબી), અને ૬). રાકેશભાઇ જયંતીભાઇ એરવાળીયા (ઉ.વ. ૪૮, રહે. મોરબી)ને રોકડ રકમ સહિત કુલ રૂ. 32,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS