ઇજતિમાં / સેમિનારમાં સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેશે…
સમગ્ર ભારત દેશમાં શાંતિ અને ભાઈચારા માટે કામ કરતી સંસ્થા દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા આગામી તા.27-28 જાન્યુઆરી, શનિ અને રવિવારના રોજ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર લાલપર ગામ ખાતે બે દિવસના સૌરાષ્ટ્ર-કચ્છ કક્ષાના ઇજતિમાં (સેમિનાર)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેશે….
આ ઈજતિમામાં સમગ્ર ગુજરાતમાંથી સંસ્થાના આગેવાનો/આલીમો ઉપસ્થિત રહી ઈસ્લામિક તરીકા મુજબ જીવન ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપશે, જેથી આ ભવ્યાતિભવ્ય આયોજનનો બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોને લાભ લેવા દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા જાહેર અપિલ કરવામાં આવી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD