Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત,...

    ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ડ્રાઇવર સહિત ત્રણના મોત…

    ચોટીલા-રાજકોટ હાઇવે પર ગતરાત્રીના દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. અકસ્માતગ્રસ્ત એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ હોસ્પિટલ ખાતે દર્દીને મુકવા જતી હોય, જેમાં સવાર દર્દીના બેન, દિકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના મોત નીપજ્યાં હતાં…

    બાબતે મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હોય ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું. જેથી સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા.

    જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા (રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ. વ. 18) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં. આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો.

    જેમાં સ્થાનિકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઇ મિયાત્રાને મૃત જાહેર કર્યાં હતાં. તેમજ પાયલબેન હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા (ઉ. વ. આશરે 40 રહે. ચોટીલા)ને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા, જ્યાં આ બંનેના રાજકોટ પહોંચતા પહેલાં મોત થયા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!