વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં મકાનમાં કલર કામ બાદ સાફ-સફાઈ ચાલતી હોય જેમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે બે પાડોશીઓ બાખડયા હોય, જેમાં પ્રથમ મકાન પાસે પાણી ન આવવું જોય તેમ કહી આસિફરજા શેખને માર માર્યા અંગે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાયા બાદ આ બનાવમાં સામાપક્ષે એક મહિલા સહિત ચાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે ત્રણ માળીયામાં રહેતા ફરિયાદી મોહશીનભાઇ હબીબભાઇ જાફરાણી (ઉ.વ. ૩૪)એ વાંકાનેર સીટી પોલીસમાં તેમના શેરીના પાડોશી આરોપી ૧). તબશુનબાનુ શાકિરહુશેન શેખ, ૨). શાકિરહુશેન અબ્દુલભાઇ શેખ, ૩). આસિફરજા શાકિરહુશેન શેખ અને ૪). તહેશીલરજા શાકિરહુસેન શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૩ના રોજ ફરીયાદીના મમ્મીને તેની બાજુના મકાનવાળા આરોપી તબશુનબાનુ ગાળો આપતા હોય,
જેથી ફરીયાદી મોહશીનભાઈ તેઓને સમજાવવા જતા ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીને પકડી રાખી કારમાંથી પ્લાસ્ટિકના ધોકા, ઘરમાંથી સ્ટીલના પાઇપ લઈને આવી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm