વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે કુવાડવા રોડ પરથી પસાર થતા એક ડબલ સવારી એક્ટીવા બાઇકને સામેથી પુરઝડપે આવતી ઇકો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એકટીવા ચાલક યુવાનનું મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે ગેસ પ્લાન્ટની સામે વાંકાનેર-કુવાડવા રોડ પરથી પસાર થતા એક ડબલ સવારી એકટીવા બાઈક નં. GJ 36 AD 6069 ને સામેથી યમરાજ સ્વરૂપે પુરઝડપે આવતી ઇકો કાર નં. GJ 03 JC 7186 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ગોપાલ ઉર્ફે વિશાલ પરબતભાઈ બાંભવા (ઉ.વ. ૧૯, રહે. સીંધાવદર) ને ગંભીર ઇજાઓ મોત પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે એકટીવા પાછળ બેઠેલ સંદીપભાઈને જમણા પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી , જેથી આ મામલે મૃતક યુવાનના કૌટુંબિક ભાઇ વિશાલભાઈ બાંભવાએ ઈકો કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm