વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં રહેતા એક વૃદ્ધનો પુત્ર કોમ્પલેક્ષમાં ભાડું ઉઘરાવતો હોય, જેમાં ભાડાંની ઉઘરાણી બાબતે સારૂં નહીં લાગતાં કોમ્પલેક્ષમાં રહેતા પિતા-પુત્રએ વૃદ્ધ પર ધોકા વડે હુમલો કરી માર મારી ટાંટીયા ભાંગી નાખ્યા હતા, જેથી આ મામલે પોલીસે વૃદ્ધની ફરિયાદ પરથી આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ પ્રગતિ કોમ્પલેક્ષમાં રહેતા ફરિયાદી રાજેશભાઈ સદરૂદ્દીનભાઈ સોમાણી (ઉ.વ. ૫૭) એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી અમીનભાઈ રફીકભાઈ દાદવાણી અને સૈફભાઈ અમીનભાઈ દાદવાણી (રહે. બંને પ્રગતિ કોમ્પલેક્ષ, વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો પુત્ર સાહીલ આ કોમ્પલેક્ષમાં ભાડું ઉઘરાવતો હોય,
જેમાં આરોપીઓ પાસે ભાડાંની ઉઘરાણી કરતાં આ બાબતનું સારૂં નહીં લાગતાં, આરોપી બંને પિતા-પુત્રએ ફરિયાદીના ઘરે આવી બોલાચાલી કરી ધોકા વડે હુમલો કરી માર મારી ફરિયાદીના પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…