વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા નજીક બાલા હનુમાન મંદિર સામે દરોડો પાડી ગતરાત્રીના જાહેરમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડી બંને સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેરના જીનપરા જકાતનાકા નજીક બાલા હનુમાન મંદિર સામે દરોડો પાડી જાહેરમાં આઇપીએલની લખનઉ સુપર જાયન્ટસ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં સટ્ટો રમી રમાડતા આરોપી જીજ્ઞેશભાઈ ઉર્ફે પેપો અશ્વિનભાઈ વીંછી (ઉ.વ.૩૫, રહે. દરબારગઢ રોડ, વાંકાનેર) અને કલ્પેશભાઇ બાબુલાલ મહેતા (ઉ.વ. ૪૬, રહે. ઠક્કર શેરી, મેઇન બજાર, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. ૨,૭૦૦ તથા બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65