દિવ્યાંગ ખેલાડીઓમાં મોરબી જિલ્લા કક્ષાએ બંને સ્પધૉમાં અલી અકબર દેકાવડીયા પ્રથમ ક્રમે વિજેતા….
મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભનું ગત માર્ચ મહિનામાં આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ૨૨ થી ૪૫ વર્ષ વય જુથમાં જીલ્લા કક્ષાએ લાંબી કૂદ અને 200 મીટર દોડ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામનો યુવાન અલી અકબર દેકાવડીયા પ્રથમ ક્રમે વિજેતા થતાં તેને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે અલી અકબર દેકાવડીયાએ હાલ વાંકાનેરની મોડર્ન સ્કૂલના પ્યુન તરીકે સેવારત હોય અને રમતગમતમાં પણ સક્રિય રીતે ભાગ લઇ અવારનવાર પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સન્માનિત થઈ ચૂક્યો છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc