વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામથી જુની કલાવડી સુધીના પાંચ કિમીના રોડના નવિનીકરણનું કામ રૂ. 2.55 કરોડના ખર્ચે મંજૂર થયેલ હોય, જે કામ શરૂ થયા બાદ મેટલ કામ પુરૂ થતાં ગઇકાલે જીલ્લા પંચાયતના સદસ્ય સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ આ રોડના ડામર કામનો શુભારંભ કરાવ્યો હતો. આ રોડનું કામ મંજૂર થતાં બંને ગામો વચ્ચેના પરિવહનને સરળતા મળી રહેશે…
આ તકે જિલ્લા પંચાયતના સભ્ય અને સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજા, સરપંચશ્રી શિવરાજસિંહ જાડેજા, ઉપસરપંચશ્રી રામદેવસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, ભાખુભા જાડેજા, વિજયસિંહ રતુભા, રઘુભા જાલુભા, ભરતભાઈ કુંભાર, અમૃત ડાયા પરમાર, પ્રભુભાઈ ફેફર, કાળુભાઈ કાંજીયા, સુંદરજીભાઈ પટેલ, બાબભાઈ કેરાળીયા, હકુભા હાલુભા, જગાભાઈ સોલંકી, ગોરધનભાઈ મજેઠીયા, મેહુલભાઈ દેવીપૂજક, મહેન્દ્રસિંહ ફતુભા જાડેજા, ભરતસિંહ દિલુભા જાડેજા, કેશુભાઈ આહીર, મનહરસિંહ દેવુભા, દિગ્વિજયસિંહ, પ્રવિણસિંહ, જીતેન્દ્રસિંહ નરવીરસિંહ જાડેજા, રઘુભા ઉમેદસંગ, બટુક વાઘા ભરવાડ, દિગ્વિજયસિંહ દશરથસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…