Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ઠિકરીયાળા તથા મેસરિયા ગામે નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત...

    વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા તથા મેસરિયા ગામે નાની સિંચાઈ યોજનાઓના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત કરાયું….

    કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા દ્વારા રૂ. ૨.૭૫ કરોડના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત કરાયું, જેનાથી ૯૮૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે….

    વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના રૂ. ૨.૭૫ કરોડથી વધુના ખર્ચે થનાર નવીનીકરણના કામોનું ગઇકાલે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ભૂમીપૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું…

    સરકાર દ્વારા સિંચાઈ માટે મહત્ત્વનાં પાસાઓ એવી નાની સિંચાઈ યોજનાઓનો તબક્કા વાર નવીનીકરણ કરી સિંચાઈ માળખું બધું સુગમ બનાવવાનું બીડું ઉપાડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વાંકાનેર વિસ્તારના ઠિકરીયાળા નાની સિંચાઈ યોજના અને મેસરિયા નાની સિંચાઈ યોજનાના નવીનીકરણના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ કામોનું જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાતમુહૂર્ત કર્યું હતું…

    અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં ઠિકરીયાળા ગામમાં આવેલી ઠિકરીયાળા નાની સિંચાઈ ૪.૦૦ ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલી છે. જે ૬૧.૪૨ મિલિયન ઘન ફૂટ સંગ્રહ ક્ષમતા ધરાવે છે. ૩.૭૨ કેનાલ નેટવર્ક ધરાવતી આ સિંચાઈનો ૩૧૦ હેક્ટર વિસ્તારને લાભ પહોંચાડે છે. આ સિંચાઈમાં હાલ પ્રથમ ચરણમાં ૧.૪૨ કરોડથી વધુનાં ખર્ચે બંધનો મુખ્ય ભાગ સંપૂર્ણ પણે રીનોવેશન કરવામા આવશે, જેથી આ યોજનાની આવરદામાં વધુ ૫૦ વર્ષનો વધારો થશે અને ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે. રીનોવેશન થકી યોજનામાં વધારાનું પાણી જમીનમાં ઉતરવાથી ભુગર્ભ જળમાં રીચાર્જ થશે જેનાથી આજુબાજુના ખેડુતોના કુવામાં પાણી રહેવાથી પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થશે. અહીં માટી પાળ ઉપર પિંચિંગ કરી, હેડ રેગ્યુલટરનું નવીનીકરણ કરી જુનો વેસ્ટ તોડી નવો બનાવવામાં આવશે. જયારે યોજનાના દ્વિતિય ચરણમાં કુલ ૩.૭૨ કિમીમાંથી મોટાભાગની કેનાલ લંબાઈમાં કેનાલમાં આજુબાજુનું પુરાણ થયેલ છે જેનું દબાણ દુર કરી કેનાલનું નવીનીકરણ આવશે, આગામી સમયમાં કેનાલ માળખું પણ વિકસાવવામાં આવશે…

    આવી જ રીતે મેસેરીયા ગામમાં આવેલ મેસરીયા નાની સિંચાઈ યોજના ૨૨.૮૦ ચોરસ માઈલ વિસ્તાર સાથે ૧૬૦ મીલીયન ઘનફુટ સંગ્રહ ક્ષમતા ધારાવે છે. ૧૪ કિ.મી. કેનાલ નેટવર્ક ધરાવતી આ કેનાલ ૬૭૦ હેક્ટર આવેલા ૦૪ (મેસરીયા, સમઢિયાળા, રાતડીયા, મહિકા) ને લાભ પહોંચાડે છે. કેનાલ રીનોવેશના પ્રથમ ચરણમાં ૧.૩૩ કરોડથી વધુનાં ખર્ચે બંધનો મુખ્ય ભાગ સંપૂર્ણ પણે રીનોવેશન કરી માટી પાળા ઉપર પીચીંગ કરવામાં આવશે. અહીં હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ કરી જુનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાંમાં આવશે. આ યોજનાની આવરદામાં વધુ ૫૦ વર્ષનો વધારો થશે. ખેડૂતોને સિંચાઈમાં લાભ થશે. યોજનામાં વધારાનું પાણી જમીનમાં ઉતરવાથી ભુગર્ભ જળમાં રીચાર્જ થશે. જેનાથી આજુબાજુના ખેડુતોના કુવામાં પાણી રહેવાથી પરોક્ષ રીતે સિંચાઈમાં લાભ થશે. જયારે યોજનાના દ્વિતિય ચરણમાં કુલ ૧૪ કિલોમીટર કેનાલનું નવીનીકરણ કેનાલ લાઇનીંગ કરાવામાં આવશે અને ન ૨૦ થી ૨૫ કેનાલ સ્ટ્રકચર મરામત કરવામાં આવશે…

    આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાસાબેન મેર, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, સબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSz

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!