આપના બાળકને અદ્યતન સુવિધાઓ સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી વાંકાનેરની એકમાત્ર સંસ્થા એટલે જ્ઞાનગંગા સ્કૂલ….
વાંકાનેરાના શિક્ષણ જગતમાં છેલ્લા 20 વર્ષથી એકચર્ક્રી પ્રભુત્વ ધરાવતી પ્રતિષ્ઠિત એવી જ્ઞાનગંગા સ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષ-2024 માટે એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી આપના બાળકને અદ્યતન સુવિધાઓ સાથે સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી ઉજ્જવળ ભવિષ્ય નિર્માણની ઇચ્છા રાખતા વાલીઓ માટે જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….
અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાનગંગા સ્કૂલ છેલ્લા 20 વર્ષથી વાંકાનેરના વિદ્યાર્થીઓની ઉજ્જ્વળ કારકિર્દી ઘડવામાં શિરમોર છે. વાંકાનેરના અનેક વિદ્યાર્થીઓને M.B.B.S થકી ડોક્ટર્સ બનાવવાનું અને B.Tech થકી એન્જીનીયર બનાવવાનું સ્વપ્ન જ્ઞાનગંગા સ્કૂલે સાકાર કરી બતાવ્યું છે. આ તબક્કે એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે વાંકાનેર કેન્દ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધારે M.B.B.S. અને એન્જીનીયરીંગ કોર્સમાં એડમિશન અપાવવાનો રેકોર્ડ જ્ઞાનગંગા સ્કૂલના નામે છે. M.B.B.S. માં પ્રવેશ માટેની NEET પરીક્ષામાં જ્ઞાનગંગા સ્કૂલ કાયમ અવ્વલ રહે છે. એટલુ જ નહિ NEET પરીક્ષામાં વાંકાનેર કેન્દ્રમા સર્વોચ્ચ 640 માર્ક્સનો રેકોર્ડ પણ જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી ગમારા રમેશના નામે જ રહ્યો છે. જે આ વર્ષના જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ 640 માર્ક્સનો રેકોર્ડ પણ તોડશે…
અત્યાર સુધીમાં વાંકાનેર કેન્દ્રમાં સૌથી વધુ 152 વિદ્યાર્થીઓને જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરી M.B.B.S.માં પ્રવેશ મેળવ્યો છે, જે એક અદ્ભુત રેકોર્ડ છે. સાયન્સ વિભાગની સાથે જ કોમર્સ વિભાગમાં પણ જ્ઞાનગંગા સ્કૂલની સિદ્ધિ અવિસ્મરણિય છે, જેમાં ધોરણ 12 કોમર્સમાં ત્રણ વખત તો જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડ અને જીલ્લા પ્રથમ આવેલ છે. અત્યાર સુધીમાં જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરી અસંખ્ય વિદ્યાર્થીઓએ C.A., M.B.A. અને કોમ્પીટીટીવ પરીક્ષા થકી ગવર્મેન્ટ ફીલ્ડમાં ઉજવળ કારકિર્દી ઘડી છે. એમાંય ધો.10માં માર્ચ-2015 થી સતત અને અવિરત જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી જ કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવે છે. છેલ્લા 10 વર્ષથી ધો.10માં પ્રથમ ક્રમ પર આવતા જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાની અને શાળાના શિક્ષકોની અથાક મહેનત અને ઉત્તમ મેનેજમેન્ટનું પ્રતિબિંબ પુરૂ પાડે છે. ગત વર્ષે પણ પટેલ મીત શૈલેષભાઇએ 99.99 PR સાથે સમગ્ર બોર્ડમાં પ્રથમ ક્રમ મેળવી જ્ઞાનગંગા સ્કૂલ અને વાંકાનેરનું ગૌરવ વધારેલ. ધો. 10 અને ધો. 12 માં જ્ઞાનગંગા સ્કૂલ દ્વારા અત્યાર સુધીમાં છ વખત 99.99 PR સાથે બોર્ડ પ્રથમ વિદ્યાર્થીઓ આપેલ છે, જેથી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર વાંકાનેરની સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસ્થામાં એડમિશન મેળવવા આજે જ વાલીઓએ જ્ઞાનગંગા સ્કૂલનો સંપર્ક કરવો…