Friday, August 1, 2025
More
    Homeમુખ્ય સમાચારપહેલગામ હુમલાનો બદલો, ભારતનું મોડી રાત્રે POKમાં આતંકી ઠેકાણા પર ' ઓપરેશન...

    પહેલગામ હુમલાનો બદલો, ભારતનું મોડી રાત્રે POKમાં આતંકી ઠેકાણા પર ‘ ઓપરેશન સિંદૂર ‘ : એર સ્ટ્રાઇકમાં અસંખ્ય આંતકવાદીઓ મોત….

    ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનાં બનાવનો બદલો વાળ્યો છે, જેમાં આજરોજ મોડી રાત્રે POK માં આતંકી ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કરવામાં આવ્યા છે, અસંખ્ય આંતકવાદીઓ માર્યા ગયા છે….

    જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં જૈશ-એ-મોહમ્મદના 4, લશ્કર-એ-તૈયબાના 3 અને હિઝબુલ મુજાહિદ્દીનના 2 સહિત કુલ નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી બહાવલપુર, મુરીદકે, બાઘ, કોટલી‌ અને મુઝફ્ફફરાબાદ વિસ્તારમાં હુમલો કર્યો હોવાનું સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે…

    આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે.
    ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેનાનું નિવેદન પણ સામે આવ્યું છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે 6 સ્થળોએ 24 હુમલા કરવામાં આવ્યા હતા. આમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 33 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ ગભરાયેલો પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યો છે. 6-7 મેની રાત્રે, પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા અને જમ્મુ અને કાશ્મીરની સામેની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની ચોકીઓ પરથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર અને તોપમારો કર્યો હતો. આ અંધાધૂંધ ગોળીબાર અને તોપમારાથી ત્રણ નાગરિકોના જીવ ગયા છે. ભારતીય સેનાએ આ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપ્યો છે..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!