વાંકાનેર વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીત દિકરીને સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે સાસરીયા હોય, જ્યાં પતિ, સાસુ તથા દિયર સહિતના સાસરીયા પક્ષ દ્વારા પરિણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતાં હોવાથી આ મામલે દિકરીએ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાં પક્ષ સામે ફરીયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામે રહેતા અને હાલ વાંકાનેરનઃ પંચાસર રોડ પર જ્યોતી વિદ્યાલયની બાજુમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા ફરિયાદી કંચનબેન સંજયભાઈ વાઘેલા (ઉ.વ. ૩૦) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી સંજયભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (પતિ), ચેતનભાઇ પરસોત્તમભાઇ વાઘેલા (દિયર) અને કાન્તાબેન પરસોત્તમભાઇ વાઘેલા (સાસુ) (રહે. દુધરેજગામ, વણકરવાસ, સુરેન્દ્રનગર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીને તેના પતિ, સાસુ તથા દિયર અવાર નવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુ:ખ ત્રાસ આપી શંકા વહેમ કરી મેણાટોણા મારી અવાર નવાર મારકુટ કરી એકબીજાને ચડામણી કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જેથી આ મામલે પોલીસે તમામ સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….