રિક્ષાનો કાચ તુટી જતાં પ્રથમ સમાધાન બાદ ત્રણ ઇસમોએ આવી દાદાગીરી કરી યુવાનને માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા એન્ટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધાયો….
વાંકાનેરના અમરસર ગામ ખાતે રહેતો એક યુવાન ચાલીને જતો હોય ત્યારે તેનો હાથથી સીએનજી રીક્ષાનો કાચ ફૂટી જતાં રિક્ષા ચાલકને કાચના પૈસા આપવા બાબતે વાતચીત થઈ હોય, જે બાદ અન્ય ત્રણ ઇસમોએ યુવાનને રસ્તામાં રોકી માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારી જાતી પ્રત્યે અપમાનિત કરતાં આ મામલે ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા ફરિયાદી જીતેષભાઈ શામજીભાઈ ચાવડા (ઉ.વ. ૩૨) એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી દશરથભાઈ મૈસુરભાઈ ગમારા, રમેશભાઈ પરબતભાઈ ગમારા અને કમલેશભાઈ ગાડુંભાઈ ગમારા (રહે. ત્રણેય અમરસર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદ રાત્રીના સમયે ચાલીને તેના ઘરેથી નવાપરા ગામ તરફ જતા હોય ત્યારે સામેથી આવતી સીએનજી રીક્ષાને ફરિયાદીની હાથ અડી જતા રીક્ષાનો કાચ ફુટી જતાં આ બાબતે રીક્ષા ચાલક સાગરભાઈ ગમારા સાથે કાચના પૈસા આપી દેવા વાતચીત થઇ હોય,
જે બાદ આગળ જતા ત્રણેય આરોપીઓએ રસ્તામાં ફરિયાદીને રોકી ‘ અમારા ભરવાડની રીક્ષાનો કાચ કેમ ફોડ્યો ? ‘ કહી ફરિયાદીને બેફામ ઢીકાપાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આ મામલે વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે બીએનએસ કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તેમજ એન્ટ્રોસીટી એક્ટ ૩(૨)va, ૩(૧)r, ૩(૧)s મુજબ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…