મોરબી જીલ્લામાં પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફાર કર્યા બાદ હવે મેહસુલ વિભાગમાં પણ બદલીની મોસમ શરૂ થઈ છે, જેમાં મોરબી જીલ્લા કલેકટર દ્વારા 12 નાયબ મામલતદાર, 5 ક્લાર્ક તથા 8 તલાટીઓની મોરબી જીલ્લામાં આંતરિક બદલી કરવા કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે….
નાયબ મામલતદારોમાં વાંકાનેરના પી. એમ અજાણીની ટંકારા, ટંકારાના યુ. એસ. વાળાની વાંકાનેર, વાંકાનેર પુરવઠાના પી. બી. ગઢવીની વાંકાનેર મેજીસ્ટ્રેટ, વાંકાનેર મેજીસ્ટ્રેટના જે. એ. માથકિયાની વાંકાનેર પુરવઠા, વાંકાનેરના બી. એસ. પટેલની મોરબી કલેકટર કચેરી ડિઝાસ્ટર, ટંકારાના આર. કે. સોલંકીની વાંકાનેર પ્રાંત, મોરબી કલેકટર કચેરી ડીઝાસ્ટરના પી. એચ. પરમારની ટંકારા, માળીયાના એફ. એન. મોડની હળવદ, મોરબી એટીવીટીના જી. વી. પઢીયરની હળવદ પ્રાંત, હળવદ પ્રાંતના એમ. એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, મોરબી ગ્રામ્યના આર. જી. હેરમાંની વાંકાનેર પ્રાંત, વાંકાનેર પ્રાંતના વાય. પી. ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે…
ક્લાર્કની બદલીમાં હળવદ મામલતદાર કચેરીના વી. બી કણઝારીયાનું મોરબી ગ્રામ્ય, મોરબી કલેકટર કચેરીના આર. બી. પટેલની હળવદ, મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીના પી. એચ. જાડેજાની મોરબી કલેકટર કચેરી મહેકમ, મોરબી પ્રાંત કચેરીના આર. ડી. અલગોતરની મોરબી કલેક્ટર કચેરી બિનખેતી, મોરબી કલેકટર કચેરી બિનખેતીના આર. બી. બાવરવાની મોરબી પ્રાંત ખાતે બદલી કરવામાં આવી છે…
મહેસુલી તલાટીમાં વાંકાનેર- પીપળીયારાજના એલ. બી. સોઢીયાની મોરબી ગ્રામ્ય-જુના નાગડાવાસ, વાંકાનેર મતદારયાદીના એમ. એમ જોગરાજિયાની વાંકાનેર- પંચાસિયા સેંજૉ, વાંકાનેર- પંચાસિયા સેજોના પી. જી. ઝાલાની વાંકાનેર મતદારયાદી, મોરબી મતદારયાદીના એ. પી. જાડેજાની મોરબી ગ્રામ્ય-આમરણ સેજો, મોરબી ગ્રામ્ય- આમરણ સેજોના પી. ડી. જાનીની મોરબી મતદારયાદી, ટંકારા- હડમતીયાના એમ. જે સન્યારીની વાંકાનેર અરણીટીંબા, વાંકાનેર અરણીટીંબાના એમ. સી. ગોહિલની ટંકારા-હડમતીયા, હળવદ- ચરાડવાના વાય. એસ. ખેરની વાંકાનેર રાજાવડલા ખાતે બદલી કરવામાં આવી છે….