હવામાન વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હોય, જેના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ ખેત જણસોની ઉતરાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તા. ૨૨ ના રોજ બપોરે વાતાવરણને ધ્યાનમાં રાખી આગામી નિર્ણય લેવામાં આવશે….
બાબતે વાંકાનેર યાર્ડની એક પ્રેસ યાદીમાં જણાવાયું છે કે, હવામાન ખાતાની વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને કોઈપણ ખેત પેદાશ, માલ વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઉતારવા દેવામાં આવશે નહિ, જેમાં આવક અંગેની જાહેરાત તા. ૨૨ ના રોજ બપોરે વાતાવરણને ધ્યાને લઈને કરવામાં આવશે, જેની દરેક ખેડૂતો, દલાલ ભાઈઓ, વેપારીઓ અને વાહન માલિકોએ નોંધ લેવા જણાવ્યું છે….