વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ ખેડૂતની વાડીની ઓરડીમાંથી અજાણ્યા ઈસમો દ્વારા બે પાંચ હોર્સ પાવરની ઓપનવેલ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવેલ હોય, જે બનાવને વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ડિટેક્ટ કરી ચોરી કરનાર બે ઇસમોને ચોરાયેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની નદીવાળી સીમમાં આવેલ હનીફભાઇ અલીભાઈ વડાવીયા નામના ખેડૂતની વાડીમાંથી અજાણ્યા ઇસમો દ્વારા બે પાંચ હોર્સ પાવરની ઓપનવેલ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હોય, જે બનાવમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી આરોપી દિલીપભાઈ પરસોત્તમભાઇ ચારોલીયા (ઉ.વ. ૪૦, રહે્ દેવીપુજક વાસ, નવાપરા, વાંકાનેર) અને નરેશભાઇ કેશાભાઈ ચારોલીયા (ઉ.વ. ૩૭, રહે. દેવીપુજક વાસ, નવાપરા, વાંકાનેર)ને ચોરી થયેલ રૂ. 29,000 ની કિંમતની બે ઇલેક્ટ્રિક મોટર અને રૂ. 15,000ની કિંમતના બાઇક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, પીએસઆઇ વી. કે. મહેશ્વરી, હેડ કો. મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા, કો. ધર્મરાજભાઈ ગઢવી, તાહજુદ્દીનભાઈ શેરસીયા, દર્શિતભાઈ વ્યાસ, દિનેશભાઈ સોલંકી, છનાભાઈ રોજાસરા સહિતના જોડાયા હતા….