વાંકાનેર તાલુકા પંચાયતની સામજીક ન્યાય સમિતિના ચેરમેનની આજરોજ વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ શાસિત વાંકાનેર તાલુકામાં આગામી અઢી વર્ષની મુદત માટે કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન ભરતભાઈ બેડવાની સામજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે સામજીક ન્યાય સમિતિના ચેરમેનનું પદ ખલી પડેલ હોય, જ્યારે આગામી અઢી વર્ષની મુદત માટે પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની આગેવાનીમાં કોંગ્રેસે માર્કેટિંગ યાર્ડ કબ્જે કર્યા બાદ ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં સામજીક ન્યાય સમિતિના ચેરમેન પદે કોંગ્રેસના પાયલબેન ભરતભાઈ બેડવાની બિનહરીફ વરણી થતાં દલિત સમાજ તથા કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે.
આ તકે વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુનુસભાઈ શેરસીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરા તથા પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા, શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલીયા, આબીદ ગઢવારા, ફારૂકભાઈ કડીવાર, ઉસ્માનભાઈ માથકીયા, ગનીભાઇ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા…