Sunday, November 29, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વાલાસણની સીમમાં એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો : 20.17 ગ્રામ MD ડ્રગ્સ...

    વાંકાનેરના વાલાસણની સીમમાં એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો : 20.17 ગ્રામ MD ડ્રગ્સ સાથે રાજકોટનો શખ્સ ઝડપાયો….

    વાડીના મકાનમાં છુપાઈને ખાનગીમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો ; રૂ. ૭૦,૫૧૦નો મુદ્દામાલ કબજે, અન્ય એક આરોપી ફરાર….

    મોરબી જિલ્લામાં યુવાધનને નશાની લતથી બચાવવા ચાલી રહેલા ‘SAY NO TO DRUGS’ અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ની ટીમે વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક વાડીના મકાનમાં દરોડો પાડીને ૨૦.૧૭ ગ્રામ મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે રાજકોટ જિલ્લાના એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. ૭૦,૫૧૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે…

    મોરબી જીલ્લામાં એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઈ. ડી.વી. ખરાડી અને પી.એસ.આઈ. એચ.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડા ગામનો રહેવાસી કિરીટભાઈ માધાભાઈ વરાણ (ઉ.વ. ૩૧) વાંકાનેરના વાલાસણ ગામથી કોટડા નાયાણી જવાના રસ્તે વાધાર સીમ વિસ્તારમાં અસ્તાપીર તરફના કાચા રસ્તે આવેલી એક વાડીના મકાનમાં ગેરકાયદેસર માદક પદાર્થનું ખાનગીમાં વેચાણ કરી રહ્યો છે….

    જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી કિરીટભાઈ વરાણને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આ વાડી નરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ ઝાલાની માલિકીની હોવાનું અને વાલાસણના આદિલ ઉર્ફે સિકંદર આદમભાઈ દલપોત્રાએ વાવવા રાખી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર એફ.એસ.એલ. (FSL) અધિકારી એ.વી. પઢીયાર દ્વારા પ્રાથમિક પરીક્ષણ કરી પદાર્થ મેફેડ્રોન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ૨૦.૧૭ ગ્રામ મેફેડ્રોન (MD) પાઉડર (કિંમત રૂ. ૬૦,૫૧૦) તથા એક મોબાઈલ સહીત કુલ રૂ. ૭૦,૫૧૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

    આ પ્રકરણમાં રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અનીડાવાછરા ગામના રહેવાસી નરેન્દ્રભાઈ પાંચાભાઈ રામોલીયાની સંડોવણી પણ સામે આવી છે, જેને પોલીસે ફરાર દર્શાવી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. એન્ટી નાર્કોટિક્સ વિંગે બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી છે….

    આ કામગીરીમાં પી.આઈ. ડી.વી. ખરાડી, પી.એસ.આઈ. એચ.એન. ગઢવી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જનકસિંહ પરમાર, સંજયભાઈ મૈયડ, પોલીસ કોન્સ્ટેબલ ચિરાગસિંહ ગોહીલ, સાગરભાઈ મંઢ, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ ગોઢડીયા અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ શામજીભાઈ હિરાભાઈ ઉઘરેજા જોડાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!