Saturday, November 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું....

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું….

    PHC સેન્ટર, વન કવચ બગીચો અને બસ સ્ટેશન સહિત ૬ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લેતા સાંસદ….

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વિવિધ લોકઉપયોગી વિકાસકાર્યોની ગઈકાલે શુભેચ્છા મુલાકાત સાથે ભવ્ય સ્વાગત અને અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમનું ગ્રામ પંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું….

    આ તકે આરોગ્ય, શિક્ષણ, પરિવહન, પર્યાવરણ અને વહીવટી સુવિધાઓને લગતા PHC સેન્ટર, વન કવચ બગીચો, બસ સ્ટેશન, પ્રાથમિક શાળા બિલ્ડિંગ, ગ્રામ પંચાયત બિલ્ડિંગ તથા સબ સેન્ટર બિલ્ડિંગ સહીત ૩ કરોડથી વધારેના વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પીપળીયા રાજ ગ્રામ પંચાયતના સરપંચ તથા તમામ સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!