Tuesday, November 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પાંચદ્વારકાના ખેડૂત સાથે ₹3.41 લાખનો સાયબર ફ્રોડ : મોબાઈલ ફ્લાઈટ મોડમાંથી...

    વાંકાનેરના પાંચદ્વારકાના ખેડૂત સાથે ₹3.41 લાખનો સાયબર ફ્રોડ : મોબાઈલ ફ્લાઈટ મોડમાંથી હટાવતા જ ખાતું સાફ !

    વાંકાનેર તાલુકામાં સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત છે, જેમાં પાંચદ્વારકા ગામના એક ખેડૂતનો મોબાઈલ હેક કરી અજાણ્યા હેકરોએ તેમના બેંક ખાતામાંથી રૂ. ૩.૪૧ લાખથી વધુની રકમ ઉપાડી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ મામલે ભોગ બનનાર ખેડૂતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના ખેડૂત સલીમભાઈ સાજીભાઈ બાદી (ઉં.વ. ૩૮) નું
    યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની વાંકાનેર શાખામાં બચત ખાતું આવેલું હોય જેમાં ગત તા. ૦૬/૦૯/૨૦૨૬ (રવિવાર) ના રોજ સલીમભાઈ બપોરે વાડીએથી કામ પતાવીને ઘરે આવી બપોરે મોબાઈલ ‘ફ્લાઈટ મોડ’માં મૂકીને સૂઈ ગયા હતા. જે બાદ ઉઠી મોબાઈલ ફ્લાઈટ મોડમાંથી હટાવતા જ અચાનક તેમના ફોનમાં પૈસા કપાતના ટેક્સ્ટ મેસેજ અને ઓટીપી ધડાધડ આવવા લાગ્યા હતા. ગભરાઈને તેમણે તાત્કાલિક પોતાના યુપીઆઈ (UPI) માં બેલેન્સ તપાસતા ખાતામાં માત્ર આશરે રૂ. ૮,૦૦૦ જ બચ્યા હોવાનું માલૂમ પડ્યું હતું….

    આ બનાવ અંગે સલીમભાઈએ યુનિયન બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા તેમના સાઢુભાઈ સલીમભાઈ માથકીયાને ફોન કરી જાણ કરી હતી. રવિવાર હોવાથી બેંક બંધ હતી, જેથી તેઓ તાત્કાલિક સાઢુભાઈના ગામ વાંકિયા ખાતે તેમના ઘરે પહોંચ્યા હતા. ત્યાં મોબાઈલ મારફતે બેંક ખાતાનું સ્ટેટમેન્ટ કાઢીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમના ખાતામાંથી કુલ રૂ. ૩,૪૧,૯૩૩.૨૯ ઉપડી ગયા હતા. જેથી પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું સ્પષ્ટ થતા જ સલીમભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કોલ કરી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

    હાલ આ અરજીની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાલી રહી છે. ભોગ બનનાર ખેડૂતે બેંક સ્ટેટમેન્ટના પુરાવા રજૂ કરી, મોબાઈલ હેક કરી છેતરપિંડી આચરનાર અજાણ્યા શખ્સ તથા તપાસમાં જે કોઈનું નામ ખૂલે તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!