વાંકાનેર વિસ્તારમાં કોળી સમાજના કર્મઠ આગેવાન, મોરબી જિલ્લા શિવાજી સેનાના ઉપપ્રમુખ અને નિષ્ઠાવાન સમાજસેવક રમેશભાઈ રોજાસરાનો આજરોજ જન્મદિવસ છે. પોતાની જનસેવાકીય પ્રવૃત્તિઓ થકી સમાજમાં આગવી ઓળખ ધરાવતા રમેશભાઈને આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ સ્નેહીજનો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….


રમેશભાઈ રોજાસરા વાંકાનેરના લુણસર વિસ્તારમાં લોકોના સુખ-દુઃખમાં હંમેશાં ખભેખભો મિલાવીને ઊભા રહે છે. રાત-દિવસ જોયા વિના લોકોની ત્વરિત મદદ માટે દોડી જતા હોવાથી તેઓ લુણસર વિસ્તારમાં ‘૧૦૮’ ના હુલામણા નામથી પણ જાણીતા બન્યા છે. નિરંતર લોકસેવા કરતા રમેશભાઈની આ નિસ્વાર્થ કામગીરીની વિસ્તારમાં ભારે સરાહના થઈ રહી છે.
આ સાથે જ તેઓ જડેશ્વર સમૂહ લગ્ન સમિતિમાં આયોજનક તરીકે સક્રિય સેવા આપે છે. રમેશભાઈ રોજાસરાના પત્ની હકુબેન રોજાસરા વર્તમાન વાંકાનેર તાલુકા ભાજપના મંત્રી તરીકે પણ સંગઠનની જવાબદારી સંભાળી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે ચોમેરથી રૂબરૂ, સોસીયલ મિડિયા તથા મો. 97378 00310 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




