આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની કુલ ૯૧ ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટેની અનામત બેઠકોની ફાળવણી (રોટેશન) અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે….

આ જાહેરનામાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૨૩ અન્વયે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC/OBC) માટે ગ્રામ પંચાયતમાં સરપંચ પદની અનામત ૧૦% થી વધારીને ૨૭% કરવાના નિયમનો અમલ કરવામાં આવ્યો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડાઓને આધારે આ બેઠકો નક્કી કરવામાં આવી છે, જેમાં તમામ કેટેગરીમાં ૫૦% સ્ત્રી અનામતનો પણ ચુસ્તપણે અમલ કરાયો છે…


વાંકાનેર તાલુકાની ૯૧ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદની અનામત સ્થિતિની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે….



નવા ૨૭ ટકા OBC અનામત રોસ્ટરની જાહેરાત થતાં જ વાંકાનેર તાલુકાના ગામડાઓમાં આગામી સરપંચની ચૂંટણીના સમીકરણો હવે સ્પષ્ટ થઈ ગયા છે, જેને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સંભવિત ઉમેદવારોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે.


