
થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારી સામે લડતા દર્દીઓ માટે નિયમિત રક્તદાન જ એમની જીવાદોરી હોય છે. આ વાસ્તવિકતાને સમજીને વાંકાનેર તાલુકાના નવી રાતીદેવરી ગામે એક પિતાએ પોતાના થેલેસેમિયાગ્રસ્ત પુત્ર અને સમાજના અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ માટે અનોખી પહેલ કરી છે, જે નિમિત્તે આગામી રવિવાર, ૮ નવેમ્બર ૨૦૨૬ના રોજ ગામમાં એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….

નવી રાતીદેવરીના રહેવાસી મોહંમદસાકીર યુસુફભાઈ માથકિયાના પુત્રને થેલેસેમિયા મેજરની બીમારી હોવાથી તેને નિયમિત ધોરણે બ્લડ ચડાવવાની જરૂર પડે છે. પોતાના સંતાનની આ પ્રાથમિક જરૂરિયાત અને રક્તની અછતને ધ્યાનમાં રાખીને, પરિવારે માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા સમાજના સહયોગથી એક મોટો રક્તદાન કેમ્પ યોજવાનો નિર્ધાર કર્યો છે, જે નિમિત્તે આગામી તા. ૮ નવેમ્બર, ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી નવા રાતીદેવરી ગામે મેઈન બજારમાં માથકિયા હનીફ અલીભાઈના ઘરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે….

આ તકે આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, તમારું આપેલું એક યુનિટ રક્ત કોઈ માસૂમ બાળકના જીવનમાં આશાનું નવું કિરણ બની શકે છે. થેલેસેમિયા સામે જંગ લડી રહેલા બાળકને નવજીવન આપવા અને માનવતાના આ પવિત્ર કાર્યમાં જોડાવા વધુને વધુ રક્તદાતાઓ આગળ આવે તેવી હાકલ કરવામાં આવી છે…



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️