Thursday, November 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરમાં આકાર લઈ રહ્યો છે મોરબી જિલ્લાનો સૌથી મોટો અત્યાધુનિક નેહરુ ગાર્ડન....

    વાંકાનેરમાં આકાર લઈ રહ્યો છે મોરબી જિલ્લાનો સૌથી મોટો અત્યાધુનિક નેહરુ ગાર્ડન….

     

    ૧.૮૩ હેક્ટરમાં ફેલાયેલા આ ગાર્ડનનું ૮૫ ટકા કામ પૂર્ણ, ટૂંક સમયમાં થશે લોકાર્પણ…

    વાંકાનેર શહેરના નાગરિકોની સુખાકારી, મનોરંજન અને હરવા-ફરવા માટે વાંકાનેરમાં મોરબી જિલ્લાનો સૌથી મોટો અને ભવ્ય ‘નેહરુ ગાર્ડન’ તૈયાર થઈ રહ્યો છે. સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનથી આકાર પામી રહેલો આ પ્રોજેક્ટ વાંકાનેરની વિકાસયાત્રામાં એક નવો માઈલસ્ટોન સાબિત થશે….

    મળતી માહિતી મુજબ, વાંકાનેર શહેરમાં અંદાજે ૧.૮૩ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં આ અત્યાધુનિક ગાર્ડનનું નિર્માણ થઈ રહ્યું છે. નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને હાલમાં અંદાજે ૮૫ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી ટૂંક સમયમાં જ આ નવલું નજરાણું વાંકાનેર શહેરની જનતા માટે લોકાર્પિત કરવામાં આવશે….

    આ નવા ‘નેહરુ ગાર્ડન’ની વિશેષતા એ છે કે તેમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ વયજૂથના નાગરિકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ગાર્ડનમાં હરિયાળીની સાથે સાથે બાળકો માટે આધુનિક પ્લે એરિયા, આકર્ષક અને મનમોહક મ્યુઝિકલ ફાઉન્ટેન, વડીલો અને શાંતિપ્રિય લોકો માટે યોગા ઝોન, ફિટનેસ પ્રેમીઓ અને યુવાનો માટે જોગિંગ ટ્રેક, નાસ્તા-પાણી માટે સુવિધાજનક કેન્ટીન સહીતની અત્યાધુનિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવનાર છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!