Wednesday, November 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર ખાતે યુવા અગ્રણી દુષ્યંતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન.....

    વાંકાનેર ખાતે યુવા અગ્રણી દુષ્યંતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન…..

    વાંકાનેરની ચંદ્રપુર ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય અને યુવા અગ્રણી દુષ્યંતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે આગામી દિવાળી અનુસંધાને વાંકાનેર ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ભાઈઓ તથા બહેનોને અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે….

    તા. ૦૭/૧૧/૨૬, શનિવારે સાંજે ૪ થી ૬ વાગ્યા દરમ્યાન શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર, ભાટીયા સોસાયટી, વાંકાનેર ખાતે યોજાનાર આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે, જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે મો. 83200 15402 અથવા મો. 98258 30045 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે….

    આ સાથે જ આ તકે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર-ભાટીયા સોસાયટી ખાતે શનિવાર રાત્રિના શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની દિવ્ય આરતી સાથે દિપાત્સવ અને છપ્પનભોગ પ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!