Tuesday, November 3, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વસુંધરા ગામે પાવન સ્ટોન ક્રશરમાં કામ દરમિયાન આંચકી આવતા હોપર પરથી...

    વાંકાનેરના વસુંધરા ગામે પાવન સ્ટોન ક્રશરમાં કામ દરમિયાન આંચકી આવતા હોપર પરથી પટકાતા શ્રમિકનું મોત….

    વાંકાનેર તાલુકાના વસુંધરા ગામની સીમમાં આવેલ પાવન સ્ટોન ક્રશરના હોપર પર કામ કરી રહેલા એક શ્રમિકને અચાનક આંચકી આવતા શ્રમિક હોપર પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ભરૂચના સોડ ગામના વતની અને હાલ વાંકાનેરના વસુંધરા ગામે પાવન સ્ટોન ક્રશરમાં રહીને કામ કરતા મહેશભાઇ શંકરભાઇ વસાવા (ઉ.વ. ૪૬) ગઈકાલે કામના સ્થળે ભરડીયાના (સ્ટોન ક્રશર) હોપર ઉપર ઉભા હોય ત્યારે અચાનક તેમને આંચકી આવતા તેઓ અકસ્માતે નીચે પટકાયા હતા…

    ઉંચાઈ પરથી નીચે પડવાના કારણે મહેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. રોજીરોટી કમાવવા આવેલા શ્રમિકનું અકાળે મોત થતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!