Sunday, November 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કાનપર ગામની પીવાના પાણીની સમસ્યાનો અંત : ૧૦૦ એલ.પી.સી.ડી. યોજના થકી...

    વાંકાનેરના કાનપર ગામની પીવાના પાણીની સમસ્યાનો અંત : ૧૦૦ એલ.પી.સી.ડી. યોજના થકી મળ્યો કાયમી ઉકેલ….

    વાંકાનેર તાલુકાના કાનપર ગામમાં લાંબા સમયથી ચાલી આવતી પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. રાજ્ય સરકારની ૧૦૦ એલ.પી.સી.ડી. વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના હેઠળ સઘન કામગીરી કરી ગામના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતા ગ્રામજનોને મોટી રાહત મળી છે….

    અગાઉની પરિસ્થિતિ મુજબ, કાનપર ગામનો લીંબાળા સબ-હેડવર્ક્સમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ટેકનિકલ કારણોસર ગામ સુધી પીવાનું પાણી પહોંચી શકતું ન હતું. આથી ગ્રામ પંચાયત દ્વારા બોર બનાવીને સ્થાનિક સ્તરે પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. જોકે, સમય જતાં બોરના તળ ઊંડા જતા પાણીના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે ગ્રામજનોને પીવાના અને વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

    આ ગંભીર સમસ્યાના કાયમી નિવારણ માટે તંત્ર દ્વારા ૧૦૦ એલ.પી.સી.ડી. વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત કાનપર ગામમાં અંદાજે ૧૪૦ મીટર લાંબી નવી પીવીસી (PVC) પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ નવી પાઇપલાઇન નંખાતા હવે ગામના પાણીના સંપ સુધી સીધું પાણી પહોંચાડવાની વ્યવસ્થા અત્યંત સુદૃઢ બની છે. જેના પરિણામે ગામના નાગરિકોને હવે નિયમિતપણે શુદ્ધ પીવાનું પાણી મળી રહ્યું છે. સરકારની આ લોકકલ્યાણકારી યોજનાના સફળ અમલીકરણથી કાનપર ગામના લોકોની દૈનિક મુશ્કેલી દૂર થઈ છે અને આ કામગીરી જનસુખાકારીનું એક ઉત્તમ ઉદાહરણ બની છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!