
વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ગત તા. ૨૫ના રોજ ટ્રેનની ઠોકરે ચડી જવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજકોટના એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના વિનોદનગર વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય સોમગીરી વિજયગીરી ગૌસ્વામી ગત તા. ૨૫ના રોજ વાંકાનેર રેલવે સ્ટેશન પર હોય દરમિયાન અચાનક ટ્રેન નંબર ૧૯૦૧૬ સૌરાષ્ટ્ર એક્સપ્રેસની ઠોકર લાગતાં તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બનાવમાં સોમગીરીભાઈને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી….


અકસ્માત બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. જેથી આ સમગ્ર બનાવ અંગે રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બી. ઝાલા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



