
વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે આવેલી વાડીમાં અકસ્માતે કૂવામાં પડી જતાં ૧૫ વર્ષીય ખેતશ્રમિક કિશોરીનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ વાંકાનેરના રાણેકપર ગામે યાકુબભાઈ માથકીયા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેતમજૂરી કરતા કનિયાભાઈ પસાયાની ૧૫ વર્ષીય પુત્રી રેનાબેન ગઈકાલે સવારના સમયે વાડી વિસ્તારમાં હતી ત્યારે અકસ્માતે કૂવામાં ખાબકી હતી. કૂવાના ઊંડા પાણીમાં ડૂબી જતાં કિશોરીને તાત્કાલિક બહાર કાઢી સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી…


હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ કિશોરીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતાં વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



