
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ગઈકાલે સવારના સમયે ગ્રામ પંચાયત કચેરી નજીક કોઈ કારણોસર વીજકરંટ લાગવાથી એક યુવાનનું મોત નીપજતા પરિવાર તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના અગાભી પીપળીયા ગામે રહેતા ૩૨ વર્ષીય અનિલભાઈ ખેંગારભાઈ પરમાર ગઈકાલે સવારના સમયે ગામની ગ્રામ પંચાયત કચેરી પાસે હોય દરમિયાન અકસ્માતે તેને વીજશોક લાગતા ગંભીર હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય પરંતુ સારવાર દરમિયાન અનિલભાઈનું મૃત્યુ થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



