
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલા સહયોગ બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જે મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ વાહનચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતા અબ્દુલભાઈ અમીભાઈ આંબલીયાનો દીકરો નોકરીના કામકાજ અર્થે બેંકમાં ગયો હોય દરમિયાન તેણે પોતાની સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર GJ-03-DC-8143 સહયોગ બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ હોય જેની કોઈ અજાણ્યો શખ્સ ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરીને ચોરી કરી નાસી જતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. બનાવ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોરી કરનાર ઈસમ પોલીસના હાથવેંતમાં જ હોવાની વિગતો મળી રહી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t



