Sunday, September 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : મંત્રી પરસોતમભાઈ સોલંકીના સ્વાસ્થ્ય લાભ માટે કોળી સમાજ દ્વારા હનુમાન...

    વાંકાનેર : મંત્રી પરસોતમભાઈ સોલંકીના સ્વાસ્થ્ય લાભ માટે કોળી સમાજ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ યોજાયા….

    ગુજરાત સરકારના મંત્રી અને કોળી સમાજના ‘ભીષ્મપિતામહ’ ગણાતા પીઢ નેતા પરસોતમભાઈ સોલંકીની નાદુરસ્ત તબિયતના અહેવાલો વચ્ચે, વાંકાનેર કોળી સમાજ દ્વારા તેમના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે શનિવારે હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું…

    પરસોતમભાઈ સોલંકી સાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર મળતા જ સમગ્ર કોળી સમાજ અને તેમના સમર્થકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેમને ઝડપી સ્વસ્થતા, લાંબું આયુષ્ય અને સુખમય જીવન પ્રાપ્ત થાય તેવી મંગલ કામના સાથે શનિવારે સાંજે ૬:૦૦ વાગ્યે વાંકાનેર શહેરના રામકૃષ્ણનગર (નવાપરા) ખાતે આવેલા રામદેવપીર મંદિરે કોળી સમાજ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા હતા.

    આ ધાર્મિક અને ભાવનાત્મક કાર્યક્રમમાં વાંકાનેર કોળી સમાજના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ-બહેનોએ ઉપસ્થિત રહીને કષ્ટભંજન હનુમાન દાદાના ચરણોમાં સામુહિક પ્રાર્થના કરી હતી કે મંત્રીશ્રી પરસોતમભાઈ સોલંકી જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થાય અને ફરી એકવાર પૂરી ઊર્જા સાથે સમાજ ઉત્કર્ષ તેમજ જનસેવાના કાર્યોમાં સક્રિય બને….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!