Friday, September 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના સરધારકા ગામની સીમમાં ટીસીના જમ્પરમાં ડીઓ બદલાવતી વેળાએ કરંટ લાગતા થાનગઢના...

    વાંકાનેરના સરધારકા ગામની સીમમાં ટીસીના જમ્પરમાં ડીઓ બદલાવતી વેળાએ કરંટ લાગતા થાનગઢના યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ ખેતીવાડી વિસ્તારમાં વીજળીના થાંભલે કામ કરતી વખતે અકસ્માતે વીજ કરંટ લાગતાં મૂળ થાનગઢ પંથકના એક યુવાનનું મોત નીપજ્યું છે. આ આકસ્મિક ઘટનાથી મૃતકના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે….

    બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં ટી.સી. (ટ્રાન્સફોર્મર) ના જમ્પરમાં ડીઓ (Drop Out fuse) બદલાવતી વેળાએ રાજેશભાઇ છનાભાઇ દેથળીયા (ઉ.વ. ૨૪, રહે. રામપર, તા.થાનગઢ) નામના યુવાનને અકસ્માતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનને તાત્કાલીક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી રાજેશભાઈને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!