વાંકાનેર સીટી પોલીસે જીનપરા જકાતનાકા નજીક હાઈવે પરથી પસાર થતી એક બલેનો કારમાંથી ૬૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત વધુ બે આરોપીઓના નામ ખુલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે નેશનલ હાઇવે જીઆઇડીસી જકાત નાકા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં આવતી બ્લુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કાર રજી.નં. GJ-36-AP-9251 ને રોકી તપાસ કરતા, કારની આગળ-પાછળની સીટો તથા ડેકીમાંથી પ્લાસ્ટિકના કુલ 24 કોથળા (બાયકા)માંથી 600 લીટર દેશી દારૂનો જથ્થો (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦) મળી આવ્યો હતો.


પોલીસે ઘટનાસ્થળેથી કાર ચાલક હિમાંશુ જશવંતભાઇ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોરબી)ની અટકાયત કરી આરોપી પાસેથી દેશી દારૂના જથ્થા ઉપરાંત એક મોબાઇલ અને કાર સહિત કુલ રૂ. 6,25,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની કડક પૂછપરછ કરતાં આ દેશી દારૂનો જથ્થો કિશન કોળી (રહે. ચીરોડા, તા. ચોટીલા) પાસેથી ભરીને મુસ્કાનબેન અબ્બાસભાઇ કટીયા (રહે. માળિયા વનાળિયા, મોરબી)ને પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિતના ગેરહાજર આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


