
વાંકાનેર તાલુકા પોલીસની ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મેસરિયા ગામથી ભલગામ જતા રસ્તે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડી સ્થળ પરથી રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મેસરિયાથી ભલગામ જવાના માર્ગ પર જુગારનો દરોડો પાડી ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૧). ઉતમ ગોરધનભાઈ ભાલીયા, ૨). દિનેશ ભુપતભાઈ ફતેપરા, ૩). રમેશ રાયધનભાઈ ભાલીયા, ૪). ભાવેશ વલ્લભભાઈ ભાલીયા અને ૫). શિવરાજ ખોડાભાઈ ભાલીયા (રહે. બધા ભલગામ)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૪,૯૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




