વાંકાનેર પંથકમાં ઇદે મિલાદના પવિત્ર અને ખુશીના પર્વ નિમિત્તે મોમીન સમાજના બાળકો માટે ‘મારવેલ ગ્રુપ’ દ્વારા ઇસ્લામિક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નાના ભૂલકાઓથી લઈને કિશોર વયના આશરે ૪૦૦ જેટલા બાળકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો…


બાળકોની પ્રતિભાને નિખારવા, તેમના ધાર્મિક જ્ઞાનમાં વધારો કરવા તેમજ આત્મવિશ્વાસ સાથે તેમનામાં દીની સંસ્કારોનું સિંચન કરવાના મુખ્ય હેતુથી મારવેલ ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે આ સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝ કાર્યક્રમ વાંકાનેર તાલુકાના સિંધાવદર, ખીજડીયા, પાંચદ્વારકા, પંચાસર, જાલી, ગુલશન પાર્ક અને મોટા ભોજપરા સહિતના વિવિધ ગામોમાં યોજાયો હતો.

સ્પર્ધામાં અલગ-અલગ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર બાળકોને શિલ્ડ તેમજ અન્ય આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, ઇદે મિલાદના પર્વ પર બાળકોના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ૪૦૦ બાળકોને પ્રોત્સાહન રૂપે વિશેષ કિટ આપવામાં આવી હતી.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



