Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયો...

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત….

    વાંકાનેર શહેર નજીક ચોટીલાથી વાંકાનેર નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાઉન્ડ્રીથી વાંકાનેર શહેર તરફ નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે બાઇક લઇને પસાર થતાં પરજેશ(રહે. અમરનાથ સોસાયટી, વાંકાનેર) નામના બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે…

    વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!