રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની ગ્રાન્ટમાંથી વાંકાનેર તાલુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસીઓની સુવિધા માટે કુલ ૩૦ નવા બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યો અંતર્ગત પ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે તૈયાર કરાયેલા નવા બસ સ્ટેશનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું….


આ લોકાર્પણ કાર્યક્રમ મંદિરના મહંત રતિલાલજી મહારાજના આશીર્વાદ સાથે, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના હસ્તે સંપન્ન થયો હતો. જડેશ્વર મહાદેવ મંદિર તેમજ નજીકમાં આવેલા નાના જડેશ્વર મંદિર ખાતે વર્ષભર મોટી સંખ્યામાં ભાવિક-ભક્તો અને મુસાફરોની અવરજવર રહે છે. યોગ્ય વ્યવસ્થાના અભાવે અગાઉ મુસાફરોને બસની રાહ જોવા માટે ખુલ્લામાં ઊભા રહેવું પડતું હતું, જેથી ઉનાળા અને ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકો અને મુસાફરોની આ હાલાકીને ધ્યાને રાખીને સાંસદ કેશરીદેવસિંહ ઝાલા દ્વારા ખાસ ગ્રાન્ટ ફાળવીને આ બસ સ્ટેશનો તૈયાર કરાવવામાં આવ્યા છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


