વાંકાનેર પંથકમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેરના રંગપર નજીક આવેલી દ્વારકાધીશ હોટેલના રૂમમાં એક આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે….


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રંગપર ગામની હદમાં આવેલ દ્વારકાધીશ હોટલ ખાતે ચેતનભાઇ પબાભાઇ ગઢાદરા (ઉ.વ. ૨૦, રહે. નવાપરા વિસ્તાર, વાંકાનેર) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t



