વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીચતા ૬ જુગારીઓને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે…


બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શહેરના નવાપરા વિસ્તારની ખડીપરા શેરી નં. ૦૨ માં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગારરમતા ૧). લાલજીભાઇ શિવાભાઇ કાંજીયા (ઉ.વ. ૨૨, રહે. ખડીપરા, નવાપરા), ૨) હુસેનભાઇ યુસુફભાઇ અફરીદી (ઉ.વ. ૨૭, રહે. ખડીપરા, નવાપરા, વાંકાનેર), ૩) સુરેશભાઇ ભરતભાઇ ધોરીયા (ઉ.વ. ૨૮, રહે. સો વારીયા પંચાસર રોડ, વાંકાનેર), ૪) રાજુભાઇ રમેશભાઇ ધોરીયા (ઉ.વ. ૨૨, રહે. નવાપરા, વાંકાનેર), ૫) અનિલભાઇ રમેશભાઇ ધોરીયા (ઉ.વ. ૨૭, રહે. નવાપરા, વાંકાનેર) અને ૬) મહેશભાઇ મનસુખભાઇ અઘોલા (ઉ.વ. ૨૮, રહે. નવાપરા, વાંકાનેર)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૭,૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


